મોરબી: મોરબીમાં વસ્ત્રાલય અને તથાસ્તુ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાં-નાસ્તાનું વિતરણ કરાયું..
Morvi, Morbi | Oct 22, 2025 દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબીમાં વસ્ત્રાલય ગૃપ અને તથાસ્તુ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. મોરબીના ઘુનડા રોડ પર મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને કપડાં અને નાસ્તાનું વિતરણ કરીને દિવાળીની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.