ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) કંપની દ્વારા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર તેલ અને નેચરલ ગેસના સંશોધન માટે 2023માં સર્વે કરાયો હતો. જે બાદ હવે ખાસ ટેકનોલોજી દ્વારા માણાવદર સેન્ટરના બંને બાજુ 12 કિલોમીટરની એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રિલિંગ રિગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.