ગોધરા: તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લામાં લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે તા.૨૪ સપ્ટેમ્બર,૨૦૨૫ ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો હતો. જે અંતર્ગત ગોધરા ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી, ગોધરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાની ઉપસ્થિતિમાં ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના અરજદારો દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો