જામનગર: જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના હસ્તે ધુવાવમાં સરકારી હોમિયોપેથીક દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુવાવ ગામે સરકારી હોમિયોપેથીક દવાખાનાના નવા નિર્માણ થનાર મકાનનું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયબેન ગરસરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હસમુખભાઈ કણજારીયા, ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.