ગોધરા: પંચમહાલ ડેરી નજીક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા અકસ્માત સર્જાયો, બાઈક ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, દયાળ ગામે રહેતા સંજયભાઈ બારીયા પોતાના બાઇક પર સવાર થઈને પાપટપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, ગોધરા નજીક આવેલી પંચમહાલ ડેરી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. અચાનક, બાઇક વચ્ચે એક શ્વાન આવી જતા સંજયભાઈએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક આસપાસના લોકોની મદદથી તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.