કાલોલ શહેર અને તાલુકાના ગામેગામ હોળીનો તહેવાર ઉજવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ફાગણ સુદ પૂનમનું ચંદ્રગ્રહણ હોવાથી હોળીના આસ્થા કેન્દ્ર ગણાતા પાવાગઢ શક્તિપીઠ ખાતે ફાગણ સુદ ચૌદસને સોમવારે હોળી દહન કરવાનું સુનિશ્ચિત થતાં કાલોલ શહેર અને તાલુકામાં સોમવારે હોળી પર્વ મનાવવામાં આવ્યો છે.