ગરૂડેશ્વર: તાલુકાના ઉંડવા ગામે કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
ઉંડવા ગામની વ્યાજબી ભાવની દુકાન ખાતે યોજાયેલી આ તાલીમમાં કુલ 60 ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 35 મહિલા ખેડૂતોએ પણ ભાગીદારી નોંધાવી હતી. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો, જમીનની ઉર્વરતા જાળવવાની રીતો, જૈવિક ખાતર અને જીવામૃતના ઉપયોગ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમનો હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રસાયણમુક્ત ખેતી દ્વારા ઉત્પાદન ખર્ચ ઘટાડીને આરોગ્યપ્રદ પાક ઉત્પાદન તરફ પ્રેરિત કરવાનો હતો.