ગાંધીધામ: સીઆઇએફએસના જવાને આદિપુરમાં ઝાડમાં ફાંસો ખાધો
આદિપુરની સિનિયર સિટીઝન સોસાયટી પાછળના ભાગે રેલવે પાટાની બાજુમાં ઝાડમાં ગત તા. 19/10ના સાંજે 5.30ના અરસામાં એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.આ 40 વર્ષીય યુવાને બ્લૂ રંગનું ટીશર્ટ અને ગ્રે રંગનો ચડ્ડો પહેર્યો હતો. પોલીસે અજાણ્યા યુવાન અંગે નોંધ કરી તેની ઓળખ માટે શોધખોળ કરી હતી. બાદમાં આ યુવાન સી.આઇ.એફ.એસ.નો જવાન હોવાનું તથા તેનું નામ દશરથ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.