મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના કાર્યાલય ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો
હિંદુ પંચાંગ મુજબ તા.22 ઓક્ટોબર બુધવારના રોજથી નવા વર્ષ વિક્રમ સંવત 2082નો પ્રારંભ થતાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ના કાર્યાલય ખાતે નૂતન વર્ષના પ્રસંગે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે ઉપસ્થિત નાગરિકો, કાર્યકરો, સમર્થકો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.જેની માહિતી તા.22 ઓક્ટોબર બુધવારના રોજ સાંજે 6 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી