વડોદરા દક્ષિણ: મોંઘા પાસે લઈ NSUI દ્વારા VMC કચેરી ખાતે જઈ કમિશનરને રજૂઆત
એનએસયુઆઈ (NSUI) દ્વારા નવરાત્રીના મોંઘા પાસને લઈને ખાસ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગરબા રમવા માટે રજીસ્ટ્રેશનમાં રાહત મળે તે માટે તથા સ્ત્રીઓને મફત પાસ આપવામાં આવે તે માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.વડોદરા શહેર એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા તથા યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી હોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.