પેટલાદ: દંતાલી રોડ ઉપર આવેલ આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપિકાએ ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું
Petlad, Anand | Oct 8, 2025 પેટલાદ ની આર.કે. પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણ વિભાગમાં ફરજ બજાવતા અધ્યાપિકા ડોક્ટર શાલીનીબેન ચતુર્વેદિ એ તેમના સંશોધન કાર્યને કેન્દ્રમાં રાખીને સતત ચોથી વાર વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોની બે ટકા યાદીમાં સ્થાન મળ્યું છે.સ્ટેનફોર્ડ યુનિવર્સીટી (USA)અને એલ્સવેયર નેધરલેન્ડ એકેડમીક પબ્લિસીંગ દ્વારા દર વર્ષે બે ટકા વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરવામાં આવી છે. અને જેમાં ડોક્ટર શાલીનીબેને સ્થાન મળ્યું છે અને પેટલાદ કોલેજનું ગૌરવ વધાર્યું છે.