માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઇ હતી જેમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના લોકો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચેતનભાઇ વસાવા એ ભાજપ સરકાર વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા અને અગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આમ આદમી પાર્ટી સ્વતંત્ર એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી