ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કણબીવાડની ધજાગરાવાળી શેરીમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભાડે રહેતા સાહિલ ઉર્ફે ભુરો અશોકભાઇ જાદવની ઓરડીનું તાળું તોડી તપાસ કરતા, ત્યાંથી રોયલ ચેલેન્જ અને ઓલ સીઝન્સ કંપનીની કુલ 60 બોટલો સહિત રૂ.41266 નો મુદામાલ ઝપ્ત કર્યો હતો. પોલીસ રેઇડ દરમિયાન આરોપી સાહિલ હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી