હિંમતનગર: નેશનલ હાઈવે 48 પર બેરણા ગામ પાસે સ્વીફ્ટ કારોને લઈને જતુ કન્ટેનર પલટ્યુ, ચાલક ઘાયલ
હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત, 'સ્વિફ્ટ' કાર ભરેલું સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેરણા ઓવર બ્રિજ પાસે ટાયર ફાટવાના કારણે કાર ભરેલું એક મોટું કન્ટેનર પલટી ગયું હતું.મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારોનો જથ્થો લઈને જતું એક કન્ટેનર (ટ્રક) બેરણા ઓવર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યું હતું.