તિલકવાડા: શરદપૂર્ણિમાના પાવન અવસર પર નર્મદાના તિલકવાડા મારુતિ મંદિર ખાતે વેશભૂષા સાથે ભવ્ય ગરબાનું આયોજન કરાયું
તિલકવાડા નગરના મારુતિ મંદિર ખાતે શરદ પૂનમના પાવન અવસર પર જોરદાર વેશભૂષા સાથે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું. આ ગરબા મહોત્સવમાં નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પ્રખ્યાત કથાકાર અર્ચના દીદી, પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રી તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ ગરબા મહોત્સવમાં તિલકવાડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થી હજારો ગરબા ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. બાળકો મહિલાઓ યુવાનો પ્રાચીન ગરબા ના તાલે ગરબાના તાલે રમઝટ જમાવી હતી