ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરીનો ભાંડો ફાટતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ઘનુભાઈ ભુરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સબુરભાઈ હડીયાની સંડોવણી સામે આવતાં ખાખીની છબી પર ગંભીર સવાલ ઊભા થયા છે.પોલીસ જ દારૂની ગાડીનું પાયલોટિંગ કરતી હોવાની ચોક્કસ બાતમી ઝાલોદ પોલીસ, દાહોદ એલ.સી.બી. ટીમ અને ચાકલીયા પોલીસની સંયુક્ત કાર્યવાહી.