રામ કૃષ્ણ શારદા સેવાશ્રમ સ અંજાર દ્વારા શહેર તમામ સરકારી અને ખાનગી શાળા ધોરણ 6 થી 8 ના બાળકો માટે સ્વામી વિવેકાનંદના વિચારો અને જીવન પ્રસંગો આધારીત વિષયો પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 16 માં કરવામાં આવ્યું હતું.આ વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત "સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરક પ્રસંગો" અને "નરેન્દ્રનાથ બન્યા સ્વામી વિવેકાનંદ" જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.