પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં સ્વચ્છતાને લઈને પાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં લાંબા સમયથી જમા થયેલા કચરાના નિકાલ માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગોધરાના વ્યસ્ત ગણાતા સિગ્નલ ફળીયા રોડ નજીક છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા ખડકાયા હતા. જેના કારણે આસપાસના રહીશો અને અહીંથી પસાર થતા વાહનચાલકો ગંદકી અને દુર્ગંધથી પરેશાન હતા. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર ગો