ચુડા: ચુડા ના કારોલ ગામે અગાઉ ની ફરિયાદ નુ મનદુખ રાખી આધેડ પર ધારિયા વડે હુમલા ની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોંધાઇ..
ચુડા પોલીસ સ્ટેશને તારીખ 7 નવેમ્બર રાતે 8 વાગ્યે વાગે નોંધાયેલી ફરિયાદ માં ચુડા ના કારોલ ગામના દિવાનસિંહ આણંદસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે તેમના ગામના પ્રૃથ્વિરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા જેઓ અગાઉ થયેલી માથાકૂટની પોલીસ ફરિયાદનુ મનદુખ રાખી તેમના હાથમાં ધારિયું ધારણ કરી ધસી આવ્યા હતા.અને ઊંધા ધારીયા વડે હુમલો કરી હાથમાં અને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે ચુડા પોલીસે ફરિયાદીના નિવેદન આધારે વિગતો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે