જાફરાબાદ: વિકાસના ઈતિહાસમાં અનોખું પાનું,શિયાળબેટમાં પ્રગટ્યા પ્રકાશના દીવા : દરિયાઇ માર્ગે મરીન કેબલ દ્વારા વિજળીકરણ સફળ
શિયાળબેટ ટાપુમાં આઝાદી પછી પહેલીવાર વર્ષ ૨૦૧૬માં સતત વીજ પુરવઠો શરૂ થયો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ સંકલ્પથી મરીન કેબલ બિછાવી ટાપુને ગ્રીડ પાવર સાથે જોડાયું. આ પ્રોજેક્ટ દરમિયાન હાઇડ્રોગ્રાફિક સર્વે, વિશિષ્ટ મશીનરી અને કુશળ ટીમના ઉપયોગ સાથે નવેમ્બર ૨૦૧૪થી મે ૨૦૧૬માં કાર્ય પૂર્ણ થયું. વીજળી મળતાં ટાપુના લોકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખૂલે છે.