ઓપરેશન સિંદૂર અંતર્ગત હિંગળાચાચર ચોકમાં મોદી સમાજની મહિલાઓ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમી
Patan City, Patan | Sep 29, 2025
પાટણના હિંગળા ચાચર ચોક ખાતે ચાલી રહેલા મોદી સમાજના પાંચ કટમની બાધા-માનતાના ગરબામાં મોદી સમાજની મહિલાએ રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમીને સૈન્યના શૌર્યને બિરદાવ્યું હતું.પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનને સલામી આપવા માટે, પાટણના હિંગળા ચાચર ચોક ખાતે ચાલી રહેલા મોદી સમાજના પાંચ કટમની બાધા-માનતાના ગરબામાં મોદી સમાજની મહિલાએ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમી હતી.