જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ માર્કેટિંગ યાર્ડની બેદરકારી ફરી એક વખત સામે આવી છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ રાખવામાં આવી છે. જેમાં પશુઓ મગફળી ખાતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.