ઉમરેઠ તાલુકાના ધુલેટા ગામમાં ગ્રામ પંચાયતની હદમાં થયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા સંકલન સમિતિમાં ઉપસ્થિત થયેલા પ્રશ્ન અને રજૂઆતને પગલે તંત્રએ કાચા-પાકા દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. બુલડોઝર દ્વારા કાર્યવાહી કરીને ગામતળ વિસ્તારમાં થયેલા 20 થી વધુ પાકાં દબાણો તોડી પડાયા હતા.