ચુડા: ચુડાની ખાનગી શાળા આવી વિવાદમા અગાઉના ઝઘડાનુ મનદુઃખ રાખી વિદ્યાર્થીને છ માસીક પરિક્ષા ન બેસવા દેતા હોવાનો માતા નો આક્ષેપ
ચુડા શહેર મધ્યમાં આવેલી શાળામાં અભ્યાસ કરતા અરમાન અક્રમ ભાઈ ઝરગેલા ના પરિવાર જનો એ ચુડા પોલીસ સ્ટેશને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું હતું કે તેમના પરિવાર ને થોડા સમય અગાઉ તેમના સમાજ ના એક પરિવાર લોકો સાથે ઝઘડો થયો હતો. એ વાતની દાઝ રાખી ખાનગી શાળાના આચાર્ય દ્વારા અરમાનને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને છ માસીક પરિક્ષામાં ન બેસવા દેવાના મુદે વારંવાર સ્કુલમાંથી મારમારી કાઢી મૂકવામાં આવે છે જે સંદર્ભે એના માતા તથા અરમાને એ પ્રતિક્રિયા આપી હતી