રાજકોટ પશ્ચિમ: શહેરમાં ફેલાયેલો રોગચાળા અને તેને અટકાવવાની થતી કામગીરી વિશે આરોગ્ય અધિકારીએ મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ શહેરમાં ફેલાયેલા વિવિધ રોગોના આંકડાઓ વિશે તેમજ તેમને અટકાવવા માટે થતી ફોગિંગ સહિતની કામગીરી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે રોગોથી બચવા શહેરીજનોને પણ બહારનો ખોરાક ન ખાવાની તેમજ પાણી હંમેશા ઉકાળીને જ પીવાની સલાહ આપી હતી.