નડિયાદના ડુમરાલ બજારમાં લાઇન તૂટતા રોડ પર પાણીની રેલમછેલ.. નડિયાદના ગામ તળમાં શુક્રવારે મોડી સાંજે ડુમરાલ બજાર સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર ચોમાસામાં વહે એ રીતે પાણી વહેતું હોવાથી કુતુહલ સર્જાયું હતું. જેસીબીથી ખોદકામ દરમિયાન લાઈનમાં ભંગાણ થયા બાદ પાણી લીકેજ થતા માર્ગ ઉપર વહેતું થયું હતું. જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં પણ મુશ્કેલી પડી હતી.