અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને.... કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ... જાણીતા ગુજરાતી ગઝલકાર મરીઝની આ પંક્તિઓ રાજકોટમાં યથાર્થ બની હતી.સુલતાનપુરના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા નામના યુવાન માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ થતા તેમના પરિવારજનો પર પહાડ જેવું દુઃખ ઉતરી આવ્યા છતાં સંવેદનશીલ અને મહાન નિર્ણય લઇ બ્રેઇનડેડ જયેશભાઇનું અંગદાન કરવા નક્કી કર્યું હતું.