જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ખૂબ જ ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવના સાથે ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું =આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા દ્વારા કેડેટ્સની શારીરિક સહનશક્તિ, ચપળતા, હિંમત અને -ટીમવર્કનું પરીક્ષણ કરવા માટે આયોજિત કરી અનોખી વાર્ષિક સ્પર્ધાઓમાંની આ એક સ્પર્ધા છે. જેમાં પાંચ સિનિયર હાઉસના ધોરણ ૯ થી ૧૧ના કેડેટ્સે સ્પર્ધામાં ભાગ લીધો હતો.