રાજકોટ પશ્ચિમ: CLF ક્વાર્ટરમાં થયેલ હત્યાના આરોપીઓને ઝડપી પાડવા જુદી-જુદી ટીમ બનાવાઇ,હત્યારાઓઝડપાયાબાદસાચુંકારણ સામેઆવશે: રાધિકા ભારાઇ
ગઈકાલે શહેરના જામનગર રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા 30 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ વિશે આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ એસીપી રાધિકા ભરાઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસ સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. હત્યારાને ઝડપી પડાયા બાદ હત્યાનું સાચું કારણ સામે આવશે.