રાપર: જિલ્લામાં સ્પે.ભરતી હેઠળ નિયુક્ત થયેલા શિક્ષકોને સરકારી કવાર્ટર ફાળવવા માગ
Rapar, Kutch | Oct 30, 2025 જિલ્લાનાં વિવિધ ગ્રામીણ સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષકો માટે કાયમી રહેઠાણની સમસ્યા વર્ષોથી રહી છે. જિલ્લામાં સ્પેશિયલ ભરતી હેઠળ નિયુક્ત થયેલા શિક્ષકોને સરકારી ક્વાર્ટર અથવા પ્લોટની ફાળવણી કરવા માગ કરાઈ હતી.