મજૂરાગેટ ફ્લાય ઓવરબ્રિજ નીચે રહેતા ચાર બાળકોના ઉજવળ ભવિષ્ય અને ઘડતર માટે ઉમરા પોલીસ અને સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામીએ પ્રયાસ હાથ ધર્યા છે. પિતાના અવસાન બાદ માતા પોતાના પાંચ બાળકોનું ભરણપોષણ ન કરી શકતા તેની જાણ ધર્મેશગામી ને થઈ હતી. જેથી ઉમરા પોલીસનો સંપર્ક કરાયો હતો. પોલીસના પ્રયાસથી પાંચ પૈકીના ચાર બાળકોને વાત્સલ્ય ધામ મોકલવામાં આવ્યા છે.જ્યાં બાળકોના શિક્ષણથી લઈ ભરણપોષણ તેમજ ખાવા પીવાની વ્યવસ્થા વાત્સલ્ય ધામમાં મળી રહેવાની છે.