રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ. 46.54 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. આ ભંડોળ રાજ્ય સરકાર દ્વારા સાંસદ, ધારાસભ્ય અને શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય રાપર શહેરનો સર્વાંગી વિકાસ કરવાની છે.નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ 42,000 થી વધુ વસ્તી ધરાવતા આ શહેરના વિકાસ માટે આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.