મહુવા: મહુવા-ભૂતનાથ માર્ગ અચાનક બંધ, માલણ નદીનો પુલ બન્યો જોખમી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મહુવા થી ભૂતનાથ જતો મહત્વનો માર્ગ હાલ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. માલણ નદી પર આવેલા પુલ પર રીપેરીંગ કામગીરી દરમિયાન પુલ નબળો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. માહિતી મુજબ પુલની દીવાલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પુલ નીચેની જમીન અચાનક સ્લાઈડ થતા સ્થિતિ ગંભીર બની હતી. જેન