ભુજ: ભુજમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુ પટેલ ઉપસ્થિત રહ્યા
Bhuj, Kutch | Jun 28, 2026 સ્વ. ડો. રામભાઈ ગઢવીની પુણ્ય સ્મૃતિમાં નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિયેશન–કચ્છ (NIMA) તથા ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક લિ. (KDCC Bank)ના સંયુક્ત ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિનોદભાઈ ચાવડા અને કેશુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવા તેમજ સમયસર નિદાન અને સારવારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.