તળાજા: સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડમાં સફેદ પાવડર નાખવાના આક્ષેપ, તપાસ અને કાર્યવાહી કરવાની માંગ
ભાવનગર જિલ્લાના અલંગ નજીક આવેલા સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નંબર 88ની બાજુમાં મોટા પાયે સફેદ પાવડર જેવો પદાર્થ નાખવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રજૂઆત મુજબ આવો પદાર્થ અવારનવાર નાખવામાં આવે છે અને રાત્રિના સમયે ટ્રેક્ટર તથા ડોઝરની મદદથી તેને દરિયામાં ઠાલવવામાં આવતો હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે. આક્ષેપ કરનારાઓનું કહેવું છે કે આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક તપાસ થતી નથી