ધરમપુર: દુલસાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ
સોમવારના રોજ 5:30 વાગ્યે આવેલા વાતાવરણમાં પલટાની વિગત મુજબ વલસાડ જિલ્લા સહિત વિવિધ તાલુકાઓમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ધરમપુર તાલુકામાં પણ ડુલસાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલ પહેલા કાળા ડીબાંગ વાદળો છવાયા હતા.અને ત્યારબાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જો કે મોટાભાગે ડાંગરના પાકમાં નુકસાની સર્જાઈ ચૂકી છે. હાલ તો ધરમપુર તાલુકામાં પણ વરસાદ યથાવત છે.