તળાજા: તળાજામાં હયાતીની ખરાઈ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ હયાતીની ખરાઈ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગોરખી રોડ સ્થિત સિપાઈ જમાત હોલ ખાતે સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાની હયાતીની ખરાઈ કરાવી હતી. કેમ્પમાં હિન્દુ, મુસ્લિમ તેમજ અન્ય સમાજના લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ તમામ પ્રક્રિયા સરળ અને