કાંકરેજ: ખીમાણા ખાતે ખેતરમાં બનાવેલા ઢાળિયામાંથી 96,364 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે ખેતરમાં બનાવેલા ઢાળિયામાંથી શિહોરી પોલીસની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂની 403બોટલ જેની કિંમત 96, 364 ₹નો મુદ્દા માલ ઝડપી લઇ એક શખ્સની અટકાયત કરી હતી જ્યારે એક શખ્સ ફરાર થઈ જતા બંને સામે ગુનો નોંધી અને આજે ગુરુવારે ત્રણ કલાકે ભરેલી વિગતો પ્રમાણે વધુ તપાસ હાથ ધરી હતી.