ભુજ: હંગામી આવાસમાં પત્તા ટીંચતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા
Bhuj, Kutch | Nov 3, 2025 શહેરના હંગામી આવાસના છેવાડે મકાનની આગળ ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ જુગારીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. આજે સાંજે બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, હંગામી આવાસના છેવાડે ધનજી પાચાભાઇનાં મકાનની આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના પગલે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા ધનજી ઉપરાંત મનોજ ભચુભાઇ સોલંકી, મરીમ અલીમામદ સોઢા, સારુબેન બાવલા સોઢા, અમીનાબેન અલીમામદ પિંજારા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 6250ન