વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ઇલેક્શન કમિશન સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે.દેશભરમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ ભાજપા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.જે અન્વયે દેશભરમાં કોંગ્રેસ દ્વાર "વોટ ચોર ગાદી છોડ"અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત સુરતના નાનપુરા સ્થિત મક્કાઈપુલ ખાતે nsui દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં પોલીસ દ્વારા તમામ ની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.