પલસાણા: બારડોલીના સહકારી નેતા રમણલાલ પટેલની અંતિમ યાત્રામાં હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ, સુગર ફેક્ટરી ખાતે પુષ્પાંજલિ આપી
Palsana, Surat | Oct 11, 2025 દક્ષિણ ગુજરાતના સહકારી જગતને મોટી ખોટ પડી છે. સહકારી ક્ષેત્રના પીઢ નેતા અને બારડોલી સુગર ફેક્ટરીના પૂર્વ પ્રમુખ રમણલાલ સૂખાભાઈ પટેલનું ટૂંકી માંદગી બાદ શુક્રવારે નિધન થતાં સમગ્ર બારડોલી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજે, શનિવારે, સ્વર્ગસ્થ રમણલાલ પટેલની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન બારડોલી સ્થિત 'સાઈ દર્શન'થી શરૂ થઈ હતી. સહકાર અને સામાજિક ક્ષેત્રે તેમણે આપેલા અમૂલ્ય યોગદાનને કારણે મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ આપવા જોડાયા