આણંદ શહેર: શહેરમાં મહેન્દ્રા શાહ ચોકડી વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કામગીરી હાથ ધરાઈ, વાહન ચાલકોમાં ફફડાટ
આણંદ શહેરમાં સોમવારના રોજ પોલીસ દ્વારા મહેન્દ્ર શાહ ચોકડી વિસ્તારમાં ઓચિંતી વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કાળા કાચ વાળી ગાડીઓને રોકીને કાચ ઉપરથી કાળી ફિલ્મ ઉતારવામાં આવી હતી. આ સાથે સઘન વાહન ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.