ભિલોડા: ભિલોડા મામલતદાર કચેરી ખાતે વાંદીયોલ સરપંચનો ધરણા વિરોધ.
ભિલોડા મામલતદાર કચેરી ખાતે આજરોજ વાંદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામેતી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ની હાજરીમાં તેઓ નીચે બેસીને વિરોધ નોંધાવ્યો હતો.સરપંચ રાહુલ ગામેતી દ્વારા સોડપુર,અસાલ તથા વાંદીયોલ ગામોમાં નવી આંગણવાડી બનાવવાની માગણી કરવામાં આવી હતી. તાલુકા સ્વાગત મિટિંગ દરમિયાન આ મુદ્દે તીખો વિરોધ કરી મામલતદાર કચેરી સમક્ષ ધરણા યોજાયા હતા.