રાપરમાં માનસિક અસ્થિર સગીરાને લલચાવી-ફોસલાવી બાવળોની ઝાડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી ભારે ખળભળાટ મચ્યો હતો.રાપર પોલીસે નરાધમને ગણતરીના કલાકોમા જ ઝડપી લઈ લીધો છે.હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ આ કૃત્ય કરનાર શિવા મોહન કોલીની ધરપકડ કરી લેવામાં આવી છે..