કોસ્ટગાર્ડ દ્વારા 10 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારી પકડવામાં આવ્યા હતા, 14 ડિસેમ્બરે તેમના વિરુદ્ધ ભારતીય જળસીમામાં ઘૂસણખોરીનો ગુન્હો નોંધાયો છે. સૌથી પહેલા તેમને જખૌ, બાદમાં પોરબંદર લઇ જવામાં આવ્યા હતા અને હવે અંતે નારાયણસરોવર પોલીસ મથકે લાવવામાં આવી રહ્યા છે. બાદમાં ભુજ જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવશે.