રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા કેશોદ શહેરમાં ભવ્ય સાયક્લોથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “આપણું શહેર – સ્વચ્છ શહેર” ના નારા સાથે યોજાયેલી આ સાયકલ રેલીમાં કેશોદની 10 શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે સાથે યુવાનો અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમનું નેતૃત્વ ક્લબના પ્રમુખ સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું.