તળાજા: તળાજામાં પ્રેમ સંબંધ મામલે બે પક્ષ આમને-સામને, તલવારથી હુમલાના આક્ષેપ
ભાવનગર જિલ્લાના તળાજામાં પ્રેમ સંબંધ અને પરિવારિક વિવાદને લઈને બે પક્ષ વચ્ચે મારામારી અને તલવારથી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બંને પક્ષે તળાજા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા મામલો વધુ ગરમાયો છે. પ્રથમ ફરિયાદ મુજબ, તળાજાના ધર્મેશભાઈ રાઠોડે આરોપ લગાવ્યો છે કે તેમની ભાભી પાયલબેન બે વર્ષ પહેલા યોગેશભાઈ સાથે ભાગી ગયા હતા. ત્યારબાદ પાયલબેન