અમદાવાદ શહેર: શહેરમાં 50થી વધુ લોકો ભેગા થતા હોય એવા બાંધકામોની બીયુ પરમિશનથી લઇ ફાયર NOC વગેરેની તપાસ થશે
ફરી એકવાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના ના બને તેના માટે અમદાવાદ શહેરમાં 50થી વધુ લોકો ભેગા થતા હોય તેવા બાંધકામોની તપાસ કરવામાં આવશે. શહેરના થિયેટર, ઓડિટોરિયમ, ગેમઝોન, બેંક્વેટ સહિતની બંધ પ્રકારના બાંધકામોનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આવી બિલ્ડિંગની બીયુ પરમિશન, ફાયર એનઓસી