ગોધરા: પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ત્રીજા નોરતે ડી-સ્ટાફના પોલીસકર્મીઓએ જમાવ્યું ગરબાનું રંગ.
ગોધરા શહેરમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં જિલ્લા પોલીસ પરીવારના સભ્યો, તેમના કુટુંબીજનો અને અન્ય મહેમાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. તહેવારના માહોલમાં પોલીસકર્મીઓ પણ પોતાની ફરજની વ્યસ્તતામાંથી સમય કાઢી ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. આ આયોજનના ત્રીજા નોરતાની રાત્રે, ખાસ કરીને ગોધરા પોલીસના ડી-સ્ટાફના પોલીસ કર્મી