સરટી હોસ્પિટલ ખાતેથી 22 વર્ષે યુવકના છ અંગોનું દાન કરાયું
Bhavnagar City, Bhavnagar | Sep 14, 2025
ભાવનગરની સર.ટી જનરલ હોસ્પિટલમાં બરવાળા તાલુકાના પોલારપુર ગામના 22 વર્ષીય યુવાન ચેતનભાઈ જાદવના બ્રેઇન ડેથ બાદ પરિવારજનોએ અંગદાનનો મહાન નિર્ણય કર્યો. આ અંગદાનથી એકસાથે 2 ફેફસા, 2 કિડની અને લિવર સહિત 6 દર્દીઓને નવજીવન મળ્યું.અંગદાન પ્રક્રિયામાં ન્યુરો સર્જન ડો. રાજેન્દ્ર કાબરિયા, ડો. વલ્લભ નાગોચા, સર્જરી વિભાગના ડો. સમીર શાહ સહિતની તબીબી ટીમે આગેવાની લીધી. આ અંગોને પહોંચાડવા માટે ગ્રીન કોરિડર કરવામાં આવ્યો.